ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ ‘વાત એક સ્ત્રીની’: રિવ્યુ

(13)
  • 5.3k
  • 7
  • 1.8k

વાત એક સ્ત્રીની’ વાર્તાસંગ્રહ શ્રી ત્રિકુ મકવાણા તરફથી જ્યારે ભેટ સ્વરૂપે મારા હાથમાં આવ્યો, ત્યારે એક વાતની બહુ ખુશી થઈ કે વાહ, આખરે ‘વાત એક સ્ત્રીની’ મળી ખરી. બંને અર્થમાં ‘વાત એક સ્ત્રીની’ મળી. ગુજરાતી સાહિત્યમાં નારીચેતનાના મારા અભ્યાસ દરમ્યાન સ્ત્રી અને પુરુષ બંને લેખકો દ્વારા લખાયેલી ઘણી નારીપ્રધાન વાર્તાઓ મારા વાંચનમાં આવેલી. જ્યારે આ સંગ્રહનું શીર્ષક વાંચ્યું, ત્યાં જ અનેરી ખુશી થઈ કે આખરે ગુજરાતી સાહિત્યમાં એક વાર્તાસંગ્રહ આટલી બધી સ્ત્રીની વાર્તાઓથી ભરેલો આવ્યો ખરો. આ માટે લેખકને હું ખરેખર હ્રદયથી ધન્યવાદ કહીશ. પુરુષ લેખક દ્વારા સ્ત્રીને કેન્દ્રમાં રાખી કવિતાઓ કરવી કદાચ ઘણી જ સહેલી છે. પણ વાર્તાઓ લખવી અને એમાંય નારીસંવેદનોને પૂરેપૂરો ન્યાય આપવો એ ઘણું જ અઘરું છે.