પાંચ કોયડા-8

(41)
  • 5.1k
  • 13
  • 2.2k

અમે જયારે કિર્તી ચૌધરીના બંગલે પહોંચ્યા,ત્યારે રાતના અગિયાર વાગી ચુકયા હતા.મહા મહેનતે ગેટ કીપરે અમારા માટે દરવાજો ખોલ્યો.બંગલો ખાલી હતો.ગોપીનાથ અને તેની પત્ની સિવાય અહીં કોઇ નહોતુ.ગોપીનાથ ઉંધમાંથી ઉઠીને બહાર સુધી આવ્યો.અમે બંને હજુ ગેટ આગળ જ ચોકીદાર સાથે ઉભેલા હતા.ગોપીનાથ જોડે કઇ રીતે વાત કરવી તે અંગે અમે બંને અવઢવમાં હતા. ગોપીનાથ અમારી સામે આશ્ર્વર્ય થી જોઇ રહ્યો.અમે વાતની શરૂઆત કંઇક આવી રીતે કરી. ‘મારુ નામ ગજેન્દ્ર ભાગવત છે.આટલી રાત્રે તમને ઉઠાડવા બદલ ક્ષમા કરશો.પણ તમારા શેઠ કિર્તી ચૌધરીએ જ અમને તમારા સુધી પહોંચાડયા છે. તેમના કહેવા પ્રમાણે તમારી પાસે “ ગજેન્દ્ર ભાગવત” ને ,એટલે કે મને મદદ થઇ શકે એવી ચીજ છે’ મારા બોલાયેલા શબ્દોએ ગોપીનાથનુ અચરજ ઓછુ કરી નાખ્યુ.પોતાની પત્ની ને તેણે કંઇક આજ્ઞા કરી.