મેગના - ૧૦

(69)
  • 4.5k
  • 12
  • 2.3k

હવે અંજલિ ને મેગના ની ચિંતા થવા લાગી. તેણે ફરી થી મેગના ને ફોન કર્યો પણ મેગના એ આ વખતે પણ ફોન રિસીવ કાર્યો નહીં એટલે અંજલિ મેગના ના ઘરે ગઈ ત્યારે મેગના ના ઘર નો દરવાજો ખોલી ને ઘર માં ગઈ. અંજલિ સૌથી પ્રથમ બાલ્કની અને કિચન માં તપાસ કરી પણ ત્યાં કઈ મળ્યું નહીં એટલે તે મેગના ના બેડરૂમ માં ગઈ. તેણે જોયું કે મેગના અત્યારે આલ્કોહોલ પીવા માટે જઈ રહી હતી. એટલે અંજલિ ઝડપ થી મેગના ના હાથ માં થી આલ્કોહોલ નો ગ્લાસ નીચે ફેંકી દીધો. અંજલિ ને જોઈ ને મેગના ઉભી થઇ ને ગુસ્સે થી અંજલિ કહેવા લાગી તું અહીં શું કરવા માટે આવી છેં. મેગના વાત સાંભળી ને અંજલિ એ પહેલાં મેગના ને ગાલ પર એક થપ્પડ મારી દીધી.