ડ્રેસિંગ ટેબલ ભાગ ૯

(94)
  • 3.5k
  • 9
  • 1.7k

રાજા માધવસિંહ ખુબ જ આધાત લાગ્યો હતો. રૂપા તેમની બહુ લાડકી હતી. તેની દરેક ઈચ્છા રાજા માધવસિંહ એ પુરી કરી હતી.પણ તે કોઈ સામાન્ય કારીગર સાથે લગ્ન કરે તે તેમને મંજૂર ન હતું. તેમને રૂપાના લગ્ન માટે ઘણા સપના જોયા હતા. તેમને રૂપા પર બહુ ગુસ્સો આવી રહ્યો.પણ તે વિચારી રહ્યા કે કોઈ એવો રસ્તો શોધી કાઢે કે રૂપા ની બદનામી પણ ન થાય ને તે રાજવીર થી અલગ થઈ જાય.તે ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા. રૂપા ની આંખો મોડેથી ખુલ્લી. તેને કાલ ની રાત યાદ આવી ગઈ.તે શરમાઈ ગઈ. તે પોતાના પલંગ માંથી ઉઠી ને સ્નાન ગૃહ માં જતી રહી. રૂપા ના કમરામાં જ તેનું અલગ સ્નાન ગૃહ હતું.તે નાહીને બહાર આવી ને ડ્રેસિંગ ટેબલ સામે બેસી તૈયાર થવા લાગી.