અતુલના સંસ્મરણો ભાગ ૧`

(14)
  • 4.1k
  • 12
  • 1.5k

ઈશ્વરે મનુષ્ય તો બધા સરખા બનાવ્યા. દરેકને બે હાથ,બે પગ, બે આંખો,બે કાન,વગેરે વગેરે.પછી તેમને જ પ્રશ્ન ઉદ્‍ભવ્યો કે આ બધા તો સરખા જ છે તો તેમને ઓળખવા ક્યી રીતે? તેમણે તેમના આસીસ્ટન્ટ નારદજીને પ્રશ્ન કર્યો.નારદજી તેમની મદદે આવ્યા. અરે! પ્રભુ તેમાં શું મુઝાવો છો? તદ્દન સહેલી વાત છે.દરેકને તેમના મગજમાં બુધ્ધિનું નીરૂપણ કરી દો. નારદજીએ ફરમાન જાહેર કર્યું, પ્રભુએ તમને બધાને બધું જ આપ્યું છે, પણ એક વસ્તુ તો આપવાની ભુલી ગયા છે, તો આવતિ કાલે સૌ તે લેવા હાજર થજો.અને પ્રભુને વિનંતી કરી કે જોજો દરેકને સરખું પ્રદાન ના કરતાં, નહિ તો આછો તે જ પ્રશ્ન સામે આવીને ઉભો રહેશે. ઈશ્વરનું ફરમાન અને ઈશ્વર જ આપવા વાળો હોય પછી તો પુછવું શું? સૌ પોતાના નાના મોટા પાત્રો લઈગયાભગવાનપાસે.કોઈ તપેલા કોઈ દેગડા,વગેરે તો વળી કોઈને કૈં ન મળ્યું એટલે ચારણી લઈને ગયા. ઈશ્વરે નારદજીની સલાહ માની અને ...