ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 11

(102)
  • 2.8k
  • 14
  • 1.5k

જયારે ચી-ચીને ખ્યાલ આવ્યો કે ડૉક્ટર અને પ્રાણીઓ ક્યાંક ભૂલા પડી ગયા છે ત્યારે તે આકુળવ્યાકુળ થઈ ગયો. સૌથી ઊંચા ઝાડ પર ચડી તેણે ચારે બાજુ જોયું. કદાચ ડૉક્ટરની ઊંચી ટોપી દેખાઈ જાય એ આશાએ હથેળીનું નેજવું કરી દૂર સુધી નજર માંડી. હાથ હલાવ્યા, બૂમો પાડી. તેણે દરેક પ્રાણીને નામ દઈને બોલાવ્યા, પણ બધું વ્યર્થ હતું. તે બધા એકસાથે ગુમ થયા હતા. વાસ્તવમાં તે સૌ ખૂબ ખરાબ રીતે ભૂલા પડ્યા હતા. તેઓ મૂળ રસ્તાથી ખાસ્સા દૂર ચાલ્યા ગયા હતા અને જંગલમાં ઝાડીઓ, લતા, વેલા એટલા ગીચ હતા કે તેઓ માંડ આગળ વધી શકતા હતા. આથી, ડૉક્ટરે પોતાનું નાનકડું ચાકુ બહાર કાઢ્યું અને નાની નાની ડાળખીઓ કાપતા, રસ્તો ચોખ્ખો કરતા, આગળ વધવા લાગ્યા. તેમણે કાદવ-કીચડવાળા વિસ્તારમાં ઠોકરો ખાધી....