ઘર છૂટ્યાની વેળા - ભાગ ૩૮

(147)
  • 5.1k
  • 17
  • 1.9k

રોહન જવાબમાં કઈ બોલી શક્યો નહિ. માત્ર ઓકે કહી અને વાત પૂર્ણ કરી. ફોન પૂરો થયા બાદ રોહનના મનમાં વિચારોનું ઘોડાપુર ફરી વળ્યું. અચાનક આમ અવંતિકાના પપ્પાનો ફોન આવવો, તેમનું મળવા માટે કહેવું, પોતાની મદદ અને રોહન જ એમની છેલ્લી આશા હોવી એ વાત વિશે રોહનને ઘણી મૂંઝવણ થવા લાગી. આખી રાત તેને વિચારોમાં વિતાવી. બીજા દિવસે કામમાં પણ એટલું મન ના લાગ્યું. કેટલીક મિટિંગ તેને કેન્સલ કરી નાખી. ત્રીજા દિવસે રોહનના ફોનમાં અનિલભાઈનો ફોન આવ્યો. અને મળવા માટે સ્થળ નક્કી કર્યું. રોહને તેમને કલબનું નામ આપી ત્યાં આવી જવાનું કહ્યું. રોહન અનિલભાઈ પહેલા કલબ પહોંચી ગયો ત્યાં રિસેપશન સામેના વેઇટિંગ એરિયામાં બેસી અનિલભાઈની રાહ જોવા લાગ્યો.