પ્રેમની શરૂઆત - 4

(84)
  • 3.2k
  • 8
  • 1.8k

આ ટીમમાં વળી ડોક્ટરોની જોડીની પણ ટીમ બનાવાઈ હતી, એટલે ભલે બીજા ડોક્ટર્સ આવી ગયા હોય પરંતુ કૃતિ ન આવે ત્યાં સુધી નિલય રિલીવ ન થઇ શકે અને નિલય ન આવે ત્યાં સુધી કૃતિ. કૃતિ કાયમ સમયસર રાત્રે પોણાઆઠ વાગ્યે આવી જતી પરંતુ નિલયે અત્યારસુધીમાં ક્યારેય સવારે આઠ તો શું નવ-સવાનવ સુધીમાં પણ દેખા નહોતી દીધી, પણ હા કૃતિ એને પોણા આઠે આવીને રિલીવ કરે તો એ એક મિનીટ પણ ત્યાં ઉભો ન રહેતો. કૃતિ લગભગ આખી રાત જાગી હોય એટલે એને સ્વાભાવિકપણે ઉંઘ પણ આવતી હોય અને ઘરે જઈને થોડો આરામ કરીને મમ્મી-પપ્પા માટે બપોરની અને વળી સાંજે હોસ્પિટલ આવતા પહેલા રસોઈ પણ બનાવવાની હોય. આવામાં નિલયની બેદરકારી એનો ખાસ્સો એવો કિંમતી સમય બગાડતી હતી.