દુનિયાભરની વાઈફોને આવો અનુભવ હશે જ. પણ સહન શીલતાની મૂર્તિ હોય એટલે બોલે નહિ. સમજે કે, સ્ત્રી અને પુરુષ એ સંસાર રથના બે પૈંડા છે. સંસાર સિવાયના બીજાં કોઈપણ રથના પૈડા, ક્યાં એકબીજા સાથે બાઝે છે..? રથનું એક પૈડું ઊંચાં ખાનદાનના લાકડાંવાળું હોય, ને એક પૈડું બાવળીયાના લાકડાનું હોય તો પણ, બીજા કોઈપણ રથમાં એનો ખટરાગ હોતો નથી. હાંક સુલેમાન ગાલ્લીની માફક એ રથ દોડતા જ હોય હોય છે ને..? ત્યારે સંસાર રથના પૈંડા જો બાઝવા બેઠાં તો, એના કપાળમાં કાંદા ફોડું, નામદાર કોર્ટના દરવાજા સુધી ઉભા જ નહિ રહે, માની લઈએ કે, બાઝવુંક-સમઝવું ને સમાધાન કરવું, પતિ- પત્નીનો સાંસારિક અબાધિત અધિકાર છે. એમાં આપણે ટાંગ નાંખવી નથી. એનો અનાદર કરતા જ નથી.