આરોહી - ૬

(63)
  • 3.4k
  • 10
  • 1.7k

વિરાટની જીદ દિવસેને દિવસે વધતી જાય છે. એની માતા શર્મિલા બેન પણ હવે દીકરાની જીદ પુરી કરવા એની સાથે થઇ જાય છે. વિરાટ આરોહી માટે રિંગ લઈને આવે છે. અને એની માતા સાથે આરોહીના ઘરે જવા નીકળે છે. આરોહીના ઘરે અસ્મિતાના બર્થડે ના કારણે એક ખુશીનો માહોલ હોય છે. ઘરના ગાર્ડનમાં ડેકોરેશન કરેલું હોય છે. વર્ષાબેન કેક બનાવીને લઈને આવે છે. અસ્મિતા કેક કટ કરે છે. એટલામાં ઘરની ડોરબેલ વાગે છે. આરોહી દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલતા જ સામે અજય, વિરાટ અને શર્મિલા હોય છે. આરોહી એ લોકોને જોઈ ટેન્શનમાં આવી જાય છે. વિરાટને અજય અને શર્મિલા અંદર ઘુસી આવે છે. સાથે શેરા અને સિક્યોરિટી પણ આવી જાય છે. અસ્મિતા અને બધા લોકો વિરાટને જોઈને ટેન્શનમાં આવી જાય છે.