ભેદી ટાપુ - 7

(396)
  • 16.1k
  • 37
  • 10.4k

પેનક્રોફટ અને હર્બર્ટ જયારે ગુફા પાસે પહોંચ્યા ત્યારે ગુફાની બહાર સ્પિલેટ ઊભો હતો, તે શૂન્ય નજરે સમુદ્ર તરફ જોતો હતો.તેણે અદબ વાળી હતી. ભારે વાવાઝોડું આવી રહ્યું છે એવી નિશાનીઓ આકાશમાં દેખાતી હતી. હર્બર્ટ ગુફામાં ચાલ્યો ગયો પેનક્રોફટ સ્પિલેટ પાસે ગયો. સ્પિલેટે ખલાસીને જોયો નહિ. “રાત્રે વાવાઝોડું થશે, મિ. સ્પિલેટ.” ખલાસીએ કહ્યું. સ્પિલેટ એકાએક ખલાસી તરફ ફર્યો, અને પૂછ્યું. “કપ્તાન કિનારાથી કેટલેક દૂર દૂર દરીયામાં પડી ગયા હશે?”