વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-9

(367)
  • 7.2k
  • 22
  • 3.6k

ઈશા મારા પર ચિપ્સ ઢોળી આકૃતિ પાસે પહોંચી હતી.આકૃતિએ બેચેનીથી પૂછ્યું, “હવે શું કર્યું તે?” “જે થવાનું હતું થઈ ગયું,હું હવે તેને હેરાન નહિ કરું બસ”ઇશાએ નેણ નચાવતા કહ્યું. “પ્રોમિસ ને?”આકૃતિએ પૂછ્યું. “ગૉડ પ્રોમિસ બસ”આંખ મારી ઇશાએ કહ્યું, “પણ બીજી રીતે તો આપણે મજા લઈ શકીએ ને?” “મિન્સ?”આકૃતિએ ફરી પૂછ્યું.ઈશા આકૃતિને ખેંચી મારી બેન્ચ પાસે લાવી અને મારા બૅગ તરફ ઈશારો કરી બોલી, “આપણે વિહાનનું બૅગ જોઈએ” “ના યાર આમ કોઈની પરમિશન વિના બૅગ તપાસવું સારું મેનર્સ ના કહેવાય”આકૃતિએ ઇશાને રોકતા કહ્યું. “મારી પાસે કંઈક છે તને દેખાડવા માટે”કહી ઇશાએ મારું બૅગ હાથમાં લીધું અને ચેઈન ખોલી બૅગ ફંફોળવા લાગી. “શું છે યાર તેના બેગમાં?”આકૃતિએ ઈરીટેટ થઈ કહ્યું. “કાલે આના બેગમાં ટિફિન હતું યાર”