મેં બીજા દિવસે જ ઓનલાઇન ફોર્મ ભરી દીધું હતું. થોડા ટેસ્ટ આપી હું એકેડમી માટે સિલેક્ટ થઈ ગયો હતો. દહેરાદુન એકેડમીમાં ટ્રેનિંગ માટે ઓર્ડર આવી ગયો. મેં આ વાત રાજેશ્વરીને કહેવા ફોન કર્યો. હાય... રાજ, હું તારા જ ફોનની રાહ જોતી હતી. મને કાલે જ મમ્મીએ ફોન પર કહ્યું કે, તે આર્મી ઝોઇન કરી. 'congratulations.' Thenk you રાજેશ્વરી, હું આજ રાતની ગાડીમાં જવાનો છું. તારું ધ્યાન રાખજે, અને મને ફોન કરવાનું ભૂલતો નહી. સોરી.. હું ફોનનું પ્રોમિસ નહી કરું. એકેડમિમાં મારી પાસે ફોન નહી હોય, પણ કોશિશ જરૂર કરીશ. રાજ, તને તારા સવાલનો જવાબ મળ્યો? હા..! રાજેશ્વરી. મને જવાબ મળી ગયો પણ તને અત્યારે નહી કહું, હું પાછો આવીશ ત્યારે તને મળીને કહીશ.