ધનાઢય ગરીબી

(77)
  • 1.9k
  • 13
  • 755

સતત રણકતાં રહેતાં ટેલીફોન અને અપોઈન્ટમેન્ટ માંગતા ફોન-કોલ્સ કૃતિ માટે જરાય નવાં નહતા. ડોકટરસાહેબના દિવસના ટાઇમ-ટેબલ, બહારની વિઝીટો, સ્પેશીયલ સીટીંગ્ઝ, સેમીનાર વક્તવ્યો વગેરે પ્રવૃતિઓ ઉપરાંત ફાજલ રહેતાં સમયમાં આપવાની રહેતી અપોઈન્ટમેન્ટ એ તેમનું રોજનું કામ હતું. રીસેપ્શન ટેબલની બરાબર પાછળની દીવાલ ઉપર ડો. મહેતાની ઉંચાઈ અને ઊંડાણ દર્શાવે તેમ વ્યવસ્થિત ફ્રેમમા મઢેલી તસ્વીરો રાખવામા આવી છે, જેમાં દેશ-વિદેશોમાં સ્વાસ્થ્ય સંબંધિત સેમિનારોમાં આપેલાં વક્તવ્યો અને સન્માનિત થયેલાં હોવાની કેટલીક તસ્વીરો અને પ્રમાણપત્રોને સ્થાન આપવામાં આવ્યું છે. આગલી સાંજે અથવા વહેલી સવારે આપવામાં આવેલી અપોઈન્ટમેન્ટ ઉપરાંત અપોઈન્ટમેન્ટ લીધા વિના જ આવી રહેલાં દર્દીઓને પણ નામઠામ લખીને ટોકન નંબર પ્રમાણે વારો આપી દેવો તેમ નક્કી થયેલું છે.