રેડલાઇટ બંગલો ૪૦

(444)
  • 13.1k
  • 21
  • 8.7k

પોલીસની જીપ ધૂળ ઉડાડતી થોડી જ વારમાં અદ્રશ્ય થઇ ગઇ. હેમંતભાઇને થયું કે પોતે પણ કોઇ શક્તિથી અદ્રશ્ય થઇ જાય. તેમના મનમાં અર્પિતાની બીક ભરાઇ ગઇ હતી. તેમને એટલી રાહત હતી કે વર્ષાબેન તેની સાથે છે એટલે અર્પિતા તેમની વિરુધ્ધ કંઇ કરી શકશે નહીં. વર્ષાને ઢાલ બનાવતા મને આવડે છે. હેમંતભાઇએ પણ તરત ચાલતી પકડી. જતાં જતાં તે લાલુની નજીકથી પસાર થતાં પછીથી ઘરે આવવાનું કહી ગયા. લાલુએ કંઇ સાંભળ્યું જ ના હોય એવો ડોળ કર્યો. અર્પિતા જાણતી હતી કે હવાલદાર તેની ફરિયાદ નોંધવાના નથી. તેણે હવાલદાર અને હેમંતભાઇને ડારો નાખવા જ તીર છોડ્યું હતું. બંને ભાગી ગયા હતા. ગામ લોકો પણ વિખેરાયા. અર્પિતાએ ઘર તરફ કદમ ઉપાડ્યા ત્યાં લાભુભાઇનો અવાજ આવ્યો: અર્પિતા, અહીં આવ તો... અર્પિતાના કદમ અટકી ગયા. તે મોં નીચું કરી નજીક આવી લાભુભાઇથી થોડે દૂર ઊભી રહી.