ઘર છૂટ્યાની વેળા - ભાગ -૩૭

(148)
  • 4.1k
  • 6
  • 1.9k

ભાગ -૩૭            આરવના જન્મ દિવસે નક્કી કર્યા મુજબ રોહિતના પાછા આવવાની કોઈ આશા બાકી ના રહેતા પરિવાર જનોએ અવંતિકાના બીજા લગ્ન માટે ગોઠવણ કરી અને અવંતિકાને મનાવવાની હતી.            સુરેશભાઈએ અનિલભાઈ ને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યા. સુમિત્રા સાથે અનિલભાઈ આવી પહોંચ્યા. અવંતિકા આરવ સાથે એના રૂમમાં હતી. ડ્રોઈંગ રૂમમાં બેસી ફરી એ ચર્ચા આરંભાઈ. બંને પરિવારો અવંતિકા ને બીજા લગ્ન કરવા માટે રાજી કરવાના પ્રયત્નો કરવાનું નક્કી કર્યું.            આરવને સુવડાવી અવંતિકા પણ ડ્રોઈંગ રૂમમાં આવી. પોતાના મમ્મી પપ્પાને જોઈને તેને નવાઈ લાગી. તેના મનમાં પ્રશ્ન આવ્યો