અનંત દિશા   ભાગ - ૧૦

(70)
  • 3.7k
  • 2
  • 1.5k

આમને આમ અમારો લાગણી ભર્યો સંબંધ આગળ વધી રહ્યો હતો. મારા માટે હવે દિશા ને જોવાની નજર બદલાઈ ગયી હતી...મતલબ હવે મૈત્રી સિવાય એમાં અહોભાવ પણ ભળ્યો હતો અને એટલે જ હવે હું એની કેર પણ વધુ કરતો થઈ ગયો હતો. હું એના થકી ઘણું શીખી રહ્યો હતો. એનો બુક્સ અને ગઝલ વાંચવાનો શોખ એમજ અક્બંધ રીતે આગળ વધી રહ્યો હતો. આ અરસામાં હું પણ થોડો સમજુ થઈ રહ્યો હતો એટલે કે દિશા એ સૂચવેલી બુક્સ ને વાચી ને સમજતો થયો હતો પણ હજુ ગઝલ મારા વિષય બહારની વસ્તુ હતી. થોડી હું વાંચી ને સમજતો થોડી દિશા મને સમજાવતી... ક્યારેય એ કોઈપણ વાતમાં ના પાડતી નહી. હમેશાં સ્પેશિયલ ટાઇમ આપી મને એ તૈયાર કરતી એમ માનો કે મારું ઘડતર કરતી. લાગણીઓ તો મારામાં પહેલેથી જ હતી પણ...