જગ્યા ! એક કરુણ નવલિકા

(51)
  • 3.2k
  • 18
  • 964

જગ્યા ! © વિકી ત્રિવેદી કબરમાં જઈને રહેશો તો ફરિશ્તા ઉભા કરશે અહીં બેફામ કોઈ પણ જગા ખાલી નથી હોતી - બેફામ નહિ! ના ! એ શક્ય નથી ! હું મા થઈને આમ કરું ? સાવ આવી મા હોય ? પછી દુનિયામાં મા ને કોણ માનશે ? ઈશ્વરની ભુલોની સજા આખીયે માણસ જાતને આપવાની ? શાળાના મેદાનમાં મુકેલા બાંકડા ઉપર બેઠી બેઠી કલ્પના વિચારતી હતી. ઉનાળુ પવન ફૂંકાતો હતો. બાંકડા ઉપર ઘેઘુર લીમડાનું વૃક્ષ વળી વળીને કંઈક તાનમાં જાણે નાચતું હતું. મેદાનમાં એકાદ વર્ગના થોડાક બાળકો રમતા હતા. કલ્પના એ જોઈ રહી. આ બધા જ છોકરા છોકરીઓ કેવા સરસ છે ?