ઘર છૂટ્યાની વેળા - ભાગ -૩૬

(146)
  • 4.8k
  • 5
  • 2k

ભાગ -૩૬        અવંતિકાને રોહિત વિશે હવે જણાવવું પડે એમ હતું. અવંતિકાને પણ કંઈક અજુકતું બન્યાનો અણસાર લાગી જ રહ્યો હતો. બે દિવસ તો બધાએ ખોટી આશાઓ રાખી તેને સમજાવ્યા કરી. પણ હવે અવંતિકા સાચું શું છે તે જાણવા અધિરી બની હતી.       અનિલભાઈ અને સુરેશભાઈ હોસ્પિટલ પહોંચ્યા. અવંતિકા તેમને જોતા જ કહેવા લાગી :"રોહિત ના આવ્યો ?"અનિલભાઈ અને સુરેશભાઈ મૌન સેવી રહ્યાં. પણ અવંતિકાને તેમનું મૌન અકળાવી રહ્યું હતું. એટલે થોડા ગુસ્સે થઈ રડમસ અવાજે અવંતિકા એ કહ્યું :"કોઈ મને કહેશે શું થયું છે ?" સુમિત્રા અવંતિકાના બેડ ઉપર બેસી તેના માથે હાથ ફેરવતા અનિલભાઈના ચહેરા તરફ