શું એવું ન થઈ શકે ??

(27)
  • 3.7k
  • 6
  • 977

હું અને તું આના વિષે તો જેટલું લખીએ એટલું ઓછું જ છે. હું એટલે સ્ત્રી અથવા પુરુષ અને તું એટલે પણ સ્ત્રી અથવા પુરુષ. પરંતુ આ હું અને તું વચ્ચે કોઈ પ્રેમનો સંબંધ રચાય ત્યારે હું અને તું ની વ્યાખ્યા જ બદલી જતી હોય છે. આ પ્રેમના સંબંધો જ્યારે મજબૂત થાય છે ત્યારે આ જ હું અને તું એકબીજા સાથે રહેવા માટે તત્પર બને છે અને મન કલ્પનાના ઘોડાઓ દોડાવવા લાગતું હોય છે. હું અને તું સતત એવું વિચારવા લાગતા હોય છે કે શું આવું ન થઇ શકે? શું તેવું ન થઇ શકે? બસ હું અને તું વચ્ચેની આવીજ લાગણીઓને પોતાની કવિતામાં પરોવીને લાવ્યા છે કવિતા પટેલ.