સત્ય અસત્ય - પ્રકરણ - 34

(2.2k)
  • 87.8k
  • 227
  • 41.1k

એક દિવસ તો એણે પ્રિયંકા અને આદિત્યની સામે એવું કબૂલી લીધું કે પોતે સત્યજીત સાથે સારી રીતે નથી વર્તી. એણે સૌની સામે સત્યજીતની માફી માંગી. સત્યજીત ઝંખવાઈ ગયો. કશું બોલ્યો નહીં, પણ અમોલામાં આવી રહેલો આ બદલાવને કારણે એને એક આશા જન્મી હતી. એણે હજી સુધી આદિત્ય સાથે સ્પષ્ટ રીતે વાત નહોતી કરી, પરંતુ એણે મનોમન ગાંઠ વાળી હતી. પ્રિયંકાને કંઇક થઇ જાય તો – થવાનું જ હતું, તેમ છતાંય એ જ્યારે જ્યારે પોતાના મન સાથે વાત કરતો ત્યારે સચ્ચાઈથી ભાગતો અને વિચારતો કે ‘જો પ્રિયંકાને કંઇ થાય તો...’ એ મેઘને પોતાની સાથે અમદાવાદ લઇ જવા માંગતો હતો. આદિત્ય માટે અમેરિકા જેવા દેશમાં રહીને એકલા હાથે આટલું નાનું બાળક ઉછેરવું અઘરું બનવાનું હતું. એટલે એ યોગ્ય સમયની રાહ જોતો હતો...