સત્ય અસત્ય - પ્રકરણ - 33

(1.2k)
  • 61k
  • 130
  • 39.5k

સત્યજીત અને શ્રદ્ધા ન્યૂયોર્ક એરપોર્ટ પર ઊતર્યા ત્યારે આદિત્ય એમને લેવા આવ્યો હતો. અમોલાના વિઝાની ડેટ બે દિવસ પછીની હતી. ખૂબ પ્રયાસ કરવા છતાં એને સાથે નીકળી શકાય એ રીતે વિઝા ન જ મળ્યા. પરંતુ. વિઝા મળતા જ એ નીકળશે એવું નક્કી થયું હતું. આદિત્યનો ચહેરો સાવ ઊતરી ગયો હતો. આઠેક કિલો વજન ગુમાવ્યું હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. ચહેરા પર હંમેશા રહેતું તેજ અને સ્મિત ગાયબ હતા. એ આગળ વધીને સત્યજીતને ભેટ્યો. ટ્રોલીમાં બેઠેલી શ્રદ્ધાને વહાલ કર્યું. સામાનની ટ્રોલી ધકેલતા બંને જણા પાર્કિંગ તરફ જવા લાગ્યા ત્યારે સત્યજીતે ખૂબ ધડકતા હ્રદયે ધીમેથી પૂછ્યું, “કેમ છે, પ્રિયંકા?” “બસ...” આદિત્ય પાસે શબ્દો ન હતા. સત્યજીતે એનો હાથ પકડ્યો. હળવેથી દબાવ્યો...