સત્ય અસત્ય - પ્રકરણ - 31

(1k)
  • 54.5k
  • 94
  • 37.7k

પ્રિયંકા અને આદિત્ય એનું નામ પાડવા માટે રાતદિવસ દલીલો કરતા. ઘરના પાંચેય સભ્યોને ગમે એવું કોઈ નામ હજી સુધી જડ્યું ન હતું. દરેકને એક વધુ સારું નામ સૂઝી આવતું અને એના વિષે વાદવિવાદ શરુ થઇ જતો! સ્વાભાવિક રીતે પ્રિયંકાના શરીરમાં કોઈ ખાસ લક્ષણો દેખાતા નહોતા. નબળાઈ ખૂબ લાગતી અને અવારનવાર સૂઈ જવાની, ઉભા ન થવાની ઈચ્છા થયા કરતી. પ્રિયંકાની દવાઓ શરુ થઇ ગઈ હતી. ડોક્ટર્સનો અભિપ્રાય હતો કે પ્રિયંકા દવાઓને રિસ્પોન્ડ કરી રહી છે. શીલાબહેન અને સિદ્ધાર્થભાઈ એવું ઈચ્છતા હતા કે પ્રિયંકા અહીં જ રહે, પરંતુ આદિત્ય એને અહિયાં એકલી છોડીને જવા માટે સહેજ પણ તૈયાર નહોતો. વળી, બહુ સ્વાભાવિક રીતે અમેરિકામાં એને વધુ સારી સારવાર મળી શકે એમ હતી એટલે કમને પણ પ્રિયંકાને અમેરિકા જવા દેવાનો નિર્ણય લેવાયો.