મર્ડર ભાગ ૧

(71)
  • 3.3k
  • 25
  • 1.2k

માધવ બંગ્લોઝ વરાછા રોડ પરની સૌથી હાઈ સીક્યોર સોસાયટી હતી. અહી આજ સુધીના ઈતિહાસ મા ક્યારેય ચોરી થઈ નહોતી. દરેક બંગલાની કિંમત આશરે ૧૦ થી ૧૫ કરોડ હશે. ૪૦ બંગલા ની શેરી હતી. જેમા બન્ને બાજુ ૨૦ બંગલા હતા. ગેટની અંદર અને બહાર બન્ને બાજુ કેમેરા લગાવેલા હતા.અંદર આવવા માટે એક જ ગેટ હતો. ગેટની અંદર બંગ્લોઝની અંદર રહેતા લોકો જ વાહન લઈ પ્રવેશી શકતા. બહારથી આવતા મહેમાનો માટે પાર્કિંગની અલગ વ્યવસ્થા હતી. ગીરધરકાકા માધવ બંગ્લોઝ ના પ્રમુખ હતા. ગેટની અંદર પ્રવેશતા જમણી બાજુએ પહેલો બંગલો ગીરધરકાકાનો હતો.. બંગલો બે માળનો હતો. નીચે મોટો હોલ હતો. હોલની વચ્ચે ચાર સોફા ગોઠવેલ હતા. સોફાની મધ્યમાં કાચની મોટી ટિપાઈ હતી.