સાહેબ, વેન પરેશભાઈના નામે રજિસ્ટર છે. તેની એક નાની દુકાન છે. તે આ વેન નો ઉપયોગ માલની ડિલિવરી માટે કરતા હતા. તેનું કહેવું છે કે કાલે તે વેનથી જૈન કોલોનીની એક કરીયાણાની દુકાનમાં સામાન પોહચાડવા માટે પોતાની વેન મૂકી હતી. તે વેન કાલે સાંજના સમયે ગુલાબબાગ વિસ્તારમાં ખરાબ થઈ ગઈ હતી... મને પણ એવું જ કંઈક લાગ્યું હતું, નહિતર કીડનેપર થોડી વિસ પચીસ મિનિટ માટે ત્યાં રોકાય... પણ સાહેબ, તે સિવાય તો ત્યાં કોઈ કાર,વેન એક મિનીટથી વધુ ઉભી જ નથી રહી.... સિંઘ સાહેબ ફરીફરીને તે ફૂટેજ જોયા કરતા હતા. તે અકળાઈને બોલ્યા આખરે આ નિલ ગયો તો ગયો ક્યાં? આસપાસ ભરખી ગયો કે જમીનમાં સમાઈ ગયો? તેમણે બંને હાથ જોરથી ટેબલ પર પછાડયા..