ખૂન કા બદલા ......? તન્મય અને તારિકા આદર્શ દંપતિ.ખાધેપીધે સુખી ને સંતોષી. પારિતા અને પ્રવિણ બે સંતાનો. પારિતા મોટી, સમજુ અને શાણી અને બહેન હોવાથી નાના ભાઈલાનું વિશેષ ધ્યાન રાખે.મમ્મી બંન્નેને સરખો નાસ્તો આપે તો પણ પોતાના નાસ્તામાંથી અર્ધો ભાગ ભાઈને આપી તેને રાજી રાખે. રમકડાંમાં પણ એવું ભાઈને ગમતું તેને વિના સંકોચે પ્રેમથી આપી દે.આવું સુખી અને સંતોષી કુટુંબ. પારિતાને સારા સંસ્કારી ખાનદાન પરિવારમાં વળાવી ને પ્રવિણ કોલેજના છેલ્લા વર્ષમાં. તારિકા બહેને તન્મયભાઇ સમક્ષ પ્રસ્તાવ મુક્યો. હવે બધું ઠેકાણે પડ્યું છે, તો શ્રીજીના દર્શન કરી આવીએ. આવતો વર્ષે તો પ્રવિણ ભણી પરવાર્યો હશે અને પારિતાને ત્યાં પણ લાલજી