રેડલાઇટ બંગલો ૩૯

(440)
  • 13.1k
  • 18
  • 8.8k

હરેશકાકાના બારણાની કડી ખખડાવી પણ ધીમા અવાજથી લાલુ જાગ્યો નહીં. અર્પિતાને થયું કે જો લાલુએ રાત્રે દારૂ પીધો હશે તો સવારે પણ સરખા હોશમાં આવશે નહીં. આટલા અવાજથી તે જાગે એવી કોઇ શક્યતા નથી. થોડો પ્રયત્ન કર્યા પછી તે થાકી ગઇ. વધારે અવાજ સાથે બારણું ખખડાવે તો આજુબાજુમાંથી કોઇ જાગી જાય. તે નિરાશ થઇ ગઇ. જો લાલુને ના જગાડી શકી તો સવારે તે બાજી હારી જાય એમ હતી. હેમંતભાઇએ કાલે વિનયને પોલીસના હવાલે કરવાનું કહી દીધું હતું. અર્પિતા સુરક્ષા માટે હાથમાં લાકડાની મોટી ડાંગ લઇને આવી હતી. તેને થયું કે ડાંગથી ધક્કો મારીને દરવાજો તોડી નાખું. પણ એ શક્ય ન હતું. તેનું મગજ ઝડપથી વિચાર કરવા લાગ્યું.