ઘર છૂટ્યાની વેળા ભાગ -૩૫

(146)
  • 4.2k
  • 11
  • 1.9k

રોહિતની મમ્મીએ કહી પણ દીધું. સુરેશભાઈ અને તેમની પત્નીની આંખોમાં પણ પુત્ર જન્મની ખુશી હતી. અવંતિકાના પપ્પા રૂમની બહાર નીકળ્યા ત્યારે જોયું તો ટીવીની નજીક ટોળું જામેલું હતું. તેઓ પણ ટોળા પાસે જઈ અને ટીવી સામે જોવા લાગ્યા. ટીવીમાં સમાચાર ચાલી રહ્યાં હતાં. તેમાં બ્રેકીંગ ન્યૂઝમાં બતાવી રહ્યાં હતાં કે પેરિસથી લંડન આવતી esy jet u2 7420 ફલાઈટ ખરાબ વાતાવરણના કારણે ક્રેશ થઈ છે. અનિલભાઈના પગ સમાચાર વાંચતા જ થીજી ગયા. તે મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે એ ફલાઈટમાં રોહિત ના હોય તો સારું. તે ઉતાવળા અવંતિકાના રૂમ તરફ ગયા અને સુરેશભાઈને બહાર બોલાવી જાણ કરી. સુરેશભાઈએ રોહિતના મોબાઈલમાં ફોન કર્યો પણ…