અનંત દિશા - ભાગ - ૯

(67)
  • 4k
  • 8
  • 1.8k

આમ વાત પૂરી કરી ત્યાં સુધી ૧૧ વાગી ગયા હતા. પાણી તો હું લઈ ગયો હતો એટલે વચ્ચે વચ્ચે પીતો હતો પણ ભૂખ લાગી હતી... છતાં પણ ત્યાં થી ઉભા થવા ની ઈચ્છા નહતી થતી. મનમાં એક જ વિચાર આવતો હતો કેવો અદ્ભૂત પ્રેમ હતો આ દિશાનો સ્નેહ સાથે. નામ પણ સ્નેહ અને દિશા સાથે લાગણીઓ પણ સ્નેહ ભરી...!!! દિશા એ કેટલો અદ્ભૂત, ગજબનો પ્રેમ આપ્યો. જીવનમાં ઉચ્ચ સ્થાન પર બેસાડ્યો બદલામાં એને પણ સ્નેહ પાસેથી પહેલા તો ખૂબજ પ્રેમ મળ્યો પણ અત્યારે એ પ્રેમ અને લાગણી માટે તરસી રહી છે... અરે ! એ વાત પણ કેવી સરાહનીય હતી કે જે વ્યક્તિત્વ એને દુખી કરી રહ્યું છે