પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-4

(216)
  • 7.9k
  • 15
  • 3k

આ રહસ્ય વર્ષો થી મારા અંદર છુપાયેલું હતું ,અને આજ સુધી મારા ઘર માં મે કોઈ ને પ્રવેશ કરવા દીધો નથી તું પ્રથમ છે પણ હું તારા પર વિશ્વાસ કરી શકું છું . હવે તું પણ એ દાનવો ના સંપર્ક માં છે તો તારે એના થી સાવચેત રેહવાની જરૂર છે .જ્યાં સુધી હું પૃથ્વી ને સદાય માટે ખત્મ ના કરી નાખું ત્યાં સુધી તારે ખૂબ સાવચેત રહવું પડશે .પૃથ્વી અત્યંત શક્તિશાળી અને ચાલક છે. એ લોકો ના મન ની વાત વાંચી જાય છે,તારા સામે આવતા જ એને બધી જ જાણ થઈ જશે અને તારા જીવ ને જોખમ થશે. એટલું બોલી રઘુવીર ઊભા થયા અને એમના ગળા માંથી એક જૂની માળા આપી અને અદિતિ ને આપી અને કહ્યું