ભેદી ટાપુ - 4

(461)
  • 30.1k
  • 23
  • 15.2k

એકાએક સ્પિલેટ ઊભો થઈ ગયો. તેણે ખલાસીને કહ્યું: “હું બરાબર આ જ સ્થળે તમને પાછો મળીશ. હું પણ નેબ ગયો તે દિશામાં જાઉં છું.” એમ કહીને તે કરાડની પાછળ અદ્રશ્ય થઇ ગયો. હર્બર્ટ તેની સાથે જવા ઈચ્છતો હતો, પણ ખલાસીએ તેને રોક્યો અને કહ્યું: “ઊભો રહે, મારા દીકરા,” ખલાસી બોલ્યો. “આપણે પહેલાં રહેવાની જગ્યા શોધી કાઢવી પડશે. પછી કંઈક સારું ખાવાપીવાનું જોઈશે. આપણા મિત્રો થાક્યાપાક્યા પાછા આવશે ત્યારે તેમને માટે આપણે બધું તૈયાર કરી રાખવું પડશે. અહીં આપણે ભાગે કામ વહેંચી લઈએ.”