હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી –ભાગ (૧)

  • 6.2k
  • 1
  • 1.9k

પહેલા દિવસે હમ્પીનાં પૌરાણિક મહત્વ ધરાવતાં ધાર્મિક સ્થળોનાં દર્શન કરીને પાવન થયા બાદ બીજા દિવસે વારો હતો ઐતિહાસિક ધરોહરવાળાં સ્થળોની મુલાકાત લેવાનો. અમે સવારે ઈડલી-ચટણી તથા ચાનો પેટ ભરીને નાસ્તો કરીને નીકળી પડ્યા મહાન વિજયનગર સામ્રાજ્યનાં ભગ્ન ખંડેરોની રોમાંચક મુલાકાતે. જયારે ઐતિહાસિક ખંડેરોની મુલાકાત લેવાની હોય ત્યારે તેના જાણકારની મદદ લીધા વિના જઈએ, તો ડેલીએ હાથ મૂકીને પાછા આવીએ, એવું પણ બને. એટલે અમે ગાઈડને સાથે લઈને જ જવાનું નક્કી કરેલ હતું. તે મુજબ અમે વિરૂપાક્ષ નામના ગાઈડને આખા દિવસ માટે સાથે રાખ્યો. છાપેલા રેટ મુજબ ગાઈડનો ચાર્જ આખા દિવસના રૂ ૨૦૦૦ અને અડધા દિવસના રૂ ૧૦૦૦ હતો, પરંતુ ઓફ