"વસીમ ખડૂસના ઘરમાં કોણ કોણ છે..?" મેં વસીમ સામે જોઇને પૂછ્યું "એ, એનું બૈરું અને એક છોકરો.. કેમ ?" વસીમે મને પૂછ્યું "કદાચ દિવાળીમાં એ દુબઈ જાય છે પાક્કું કરવું પડશે પછી નક્કી કરીએ" હું બોલ્યો "અલ્યા ભાઈ દુબઈ એ જશે કેમેરા સિક્યુરિટી ગાર્ડ અને કુતરો નઈ જાય, ચસકી ગયું છે કે શું તારું" અખિલ મારા તરફ જોઈને બોલ્યો "એનું થઈ જશે ટેન્શન ખાલી ઘરમાં કોઈ ના હોવું જોઈએ બસ બાકી તો ફોડી લઈશું" હું મારા મગજની યોજનાથી આગળ વધી રહ્યો હતો "પણ આપડે સોસાયટીની અંદર જતા રહીશું ચાલો પણ કેમેરાને કેવી રીતે ધોકો આપીશું" રાજા બોલ્યો "આપડે ગેટથી