વ્હાલ

(35)
  • 4k
  • 15
  • 1k

માહી તેની કાલીઘેલી ભાષામાં મને કહે, તમે ઘોડો બનો હું તમારી ઉપર સવારી કરીશ. મેં પણ તેની પ્રત્યેનાં વ્હાલવશ ઘોડો બનીને તેને મજા કરાવી. ત્યારબાદ મેં માહીને અડકો-દડકો અને વિવિધ રમતો રમાડી. પછી મેં દુપટ્ટાથી સાડી બનાવીને તેને પહેરાવી અને માહી ખુશ થઈને બધાને બતાવવા માટે દોડી પડી. પછી તે આવી તો મેં તેને માથા પર પાઘડી બનાવી પહેરાવી. ત્યારે તો તેના આનંદનો પાર નહોતો.આવી રીતે માહી સાથે રમતા-રમતા બે કલાક ક્યારે નીકળી ગયા તેની ખબર જ ન રહી. ત્યારબાદ હરીશભાઈ અને તેમનાં પત્નીએ મને ખૂબ જ પ્રેમપૂર્વક જમાડ્યો. મને આ ફેમિલી જાણે પોતાની ફેમિલી લાગવા લાગી હતી. તેમનો અનહદ પ્રેમ જોઈને મારુ હૈયુ ભરાઈ આવ્યું હતું.