મેકિંગ ઑફ મર્ડરર’સ મર્ડર - ભાગ – 4

(114)
  • 3.3k
  • 6
  • 1.9k

શું આપ એવી રહસ્યકથાની શોધમાં છો જેમાં વાર્તાના તમામ પાત્રો ભેદી હોય અને છેલ્લે સુધી દરેક પાત્ર ગુનેગાર લાગ્યા કરે, દરેક પ્રકરણમાં કંઈ ને કંઈ અણધાર્યો ટ્વિસ્ટ આવે અને બીજા જ પેજ પર ન ધાર્યો હોય તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થાય, વાર્તાની દરેક વસ્તુ, પ્રસંગ અને વર્ણન સાવ જ અલગ હોય - એક બીજા સાથે મળતું ન હોય, જેમાં પાને પાને રોમાંચ ભર્યો હોય અને રૂંવાડા ઊભા કરી દે તેવા ડાયલોગ્સની ભરમાર હોય ? જો હા, તો આ વાર્તા આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘મર્ડરર’સ મર્ડર’ વાર્તા વિશે કહું તો, નોવેલની શરૂઆતમાં એક ભવ્ય બંગલાના ગેસ્ટ રૂમમાં યુવાન છોકરીનો મૃતદેહ મળી આવે છે, જેના જમણા કાંડાની નસ કપાઈ ચૂકી હોય છે. દેખીતી રીતે તે આત્મહત્યા લાગે છે, પરંતુ દ્રશ્ય જોઈને જ વાર્તાનાયક કહી દે છે કે તે મર્ડર છે. વાર્તાનું મુખ્ય પાત્ર ઇન્સ્પેકટર ઝાલા આવું કેવી રીતે કહી શક્યા તે જાણીને આપને સાનંદાશ્ચર્ય થશે. ત્યારથી શરૂ થતી પોલીસની તપાસ અવનવા આટાપાટા અને ગૂંચવણોમાંથી પસાર થાય છે. ૫૪ પ્રકરણની આ રહસ્યકથામાં સસ્પેન્સ એટલું અકબંધ જળવાયું છે કે છેક બાવનમા પ્રકરણ સુધી વિલન વિશેનું વાચકનું અનુમાન હાલકડોલક થતું રહે છે. વળી, ગુનેગાર અને પોલીસ વચ્ચે રમાતી ચાલાકીભરી રમત, ગુનેગારોની ખંધાઈ, વાર્તાનાયક એવા પોલીસ ઇન્સ્પેકટરનું દરેક વસ્તુનું જોરદાર નિરીક્ષણ, વાર્તાના દરેક પાત્ર પર શંકા ઉપજે તેવી જબરદસ્ત ગૂંથણી, વારંવાર આવતા ટર્ન એન્ડ ટ્વિસ્ટ અને એક પછી એક ખૂલતા રહસ્યોએ વાર્તાને રોમાંચક બનાવી મૂકી છે. આ સસ્પેન્સ થ્રિલર છે એટલે વધુ તો નહીં કહી શકું, પરંતુ આપ તે વાંચીને આફરીન પોકારી જશો. જો એક પ્રકરણ ય વાંચ્યું તો આખી વાર્તા પૂરી કર્યા વગર જંપ નહીં વળે. તો રાહ કોની જુઓ છો ? મર્ડરર’સ મર્ડર વાંચો અને રોમાંચમાં તરબોળ થઈ જાઓ.