રેડલાઇટ બંગલો 38

(379)
  • 15k
  • 16
  • 8.7k

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ-૩૮ અર્પિતાને એ વાતનો અંદાજ આવી ગયો કે હેમંતભાઇ એક તીરથી અનેક શિકાર કરી રહ્યા છે. માને પોતાના તરફ કરી લીધી હતી. ભોળી મા પોતાની જ દીકરી પર આંગળી ઊઠાવી રહી હતી. હેમંતભાઇ વિનયને પણ ગુનેગાર તરીકે સાબિત કરી રહ્યા હતા. હરેશભાઇના જમવામાં ઝેર ભેળવે એવો વિનય નથી એની અર્પિતાને ગળા સુધી ખાતરી હતી. આ બધું કાવતરું હેમંતભાઇનું જ હોય શકે. તેની પાસે કોઇ પુરાવા ન હતા. અને મા હેમંતભાઇને ત્યાં જવા તૈયાર થઇ જાય એમ હતી. અર્પિતાની શંકા સાચી પડી. માને તો જાણે ગોળનું ગાડું મળી ગયું. હેમંતભાઇએ પોતાને ત્યાં આવી જવા કહ્યું એટલે