“ નો રીટર્ન-૨ “ - 32

(328)
  • 9.8k
  • 11
  • 5.9k

નો-રીટર્ન-૨ ભાગ-૩૨ ( આગળ વાંચ્યુઃ- અનેરી, પવન અને વિનીત બ્રાઝિલ જવા રવાના થાય છે.... પવન જોગીને અનેરીની વાતોથી એકાએક કંઇક યાદ આવે છે.... હવે આગળ વાંચો...) મારા દાદા, એટલે કે વીરસીંહ જોગીએ વર્ષો અગાઉ, જ્યારે હું નાનો હતો ત્યારે બહું વાર્તાઓ સંભળાવી હતી. એ વાર્તાઓમાં મોટેભાગે તેઓ કોઇક અજાણ્યા ખજાનાની ખોજમાં એક ભયાવહ, ઘનઘોર જંગલમાં જઇ ચડે છે. ત્યાં તેમને ચિત્ર-વિચિત્ર ડરામણાં અનુભવો થાય છે. તેઓ એ જંગલમાં રહેતાં એક ખતરનાક આદિવાસીઓનાં કબીલામાં અનાયાસે ફસાઇ જાય છે. એ કબીલાવાળા તેમને જીવતાં ખાઇ જવા માંગતા હોય છે પરંતુ વીરસીંહ પોતાની કોઠાસૂઝ અને બહાદુરીથી એ લોકોનો સામનો કરી ત્યાંથી ભાગી છૂટે