પ્રેમ પથ ૬

(56)
  • 4.2k
  • 4
  • 2.4k

પ્રેમ પથ - મિતલ ઠક્કર પ્રકરણ-૬ સંગીતાને કલ્પના ન હતી કે આકાશ આવો નીકળશે. આકાશ તેને પામવા માટે અકસ્માતનું નાટક કરવા ગયો પણ સંગીતાની આંખ સામે જ તેનો ભાંડી ફૂટી ગયો એટલે તે બચી ગઇ હોય એવો અહેસાસ કરી રહી હતી. આકાશ હમદર્દી મેળવીને પોતાને પામવા માગતો હતો એ સંગીતાને જલદી સમજાઇ ગયું. પહેલી વખત સંગીતાને કોઇ પ્રત્યે પ્રેમની લાગણીના અંકુર ફૂટ્યા હતા. તે પ્રેમ પથ પર ચાલવાની તૈયારી કરી રહી હતી. તેને આકાશના વલણથી આઘાત લાગ્યો હતો. આકાશ તેના સંપર્કમાં રહીને પણ પ્રેમ મેળવી શક્યો હોત. અકસ્માતનું નાટક કર્યું એ પછી તેના માટે સંગીતાના મનમાં સહેજ પણ માન રહ્યું