છૂપો પ્રેમ

(58)
  • 4.5k
  • 18
  • 1.1k

લગ્નના ફેરા ફરાઈ ગયા, ને વિદાયની વેળા આવી. બધાની આંખમાં પાણી હતા. નિકિતાની આંખોમાં આંસુ હતા તો અંતરમાં આનંદ હતો. નિકિતાના લગ્ન આદર્શ સાથે થયા; પોતાના મનમાં હતો એવો રાજકુમાર જેવો જ આદર્શ હતો. બધા નિકિતાના ને આદર્શના વખાણ કરતા થાકતા નહતા. નિકિતા દેખાવની દ્રષ્ટિએ ખૂબ સુંદર તો ના કહી શકાય પણ સારી લાગતી, તેનો ઘઉંવર્ણ રંગ છતાં પણ નાક નકશોના લીધે તે એક નજરમાં ગમી જાય એવી નાજુક નમણી હતી. નિકિતા ભણવાનું પૂરું કરી, ટેલિકોમ કંપનીમાં સિનિયર પોસ્ટ પર કસ્ટમર સર્વિસમાં જોબ કરતી હતી. જ્યારે આદર્શ કમ્પ્યુટર એન્જીનીયર થયો હતો અને બરોડામાં ખ્યાતનામ કંપનીમાં ડેવલોપમેન્ટનું કામ કરતો હતો. તેનો