ઉજળી પ્રિતનાં પડછાયા કાળા પ્રકરણ -21 તાઉજીએ પૃથ્વીરાજસિંહને બોલાવ્યાં અને કીધું તમે સ્તવન સાથે ફોન પર વાત કરીને સારો દિવસ જોવડાવીને એને બોલાવી લો આપણે વાત કરીએ અને વિચારી લઇએ. દીકરીનો પ્રશ્ન છે ખૂબ લંબાવ્યા કરવાનો અર્થ નથી. આપણે કોઇ ઉતાવળ પણ નથી અને બહુ લાંબુ ઠેલી શકાય એવું પણ નથી જરૂર પડે ઘરમાં આ લોકો સાથે વાત કરી લેજો. પછી વધુ ઉમેરતાં કહ્યું મેં સ્તવન અને સ્વાતીનાં ફોટાં જોયાં છે એ લોકોની પસંદગી એકમેક માટે જે હોય એ પણ ખૂબ આગળ નીકળી ગયાં હોય એવું લાગે છે એટલે આમાં વાતનું વતેસર થાય પહેલાં પાળ બાંધવી જરૂરી છે.