બીરજુ બંને ને પોતાના ઘરે લઈ ગયો. બીરજુ નું ઘર બહુ જુનું અને જજૅરિત હતું. એક રસોડો અને એક રુમ માં જ ઘર પુરું થઈ જતું હતું બીરજુ અને તેના દાદા આ બે જણ જ સાથે રહેતા હતા. બીરજુ ની નબળી આર્થિક સ્થિતિ નો ખ્યાલ ઘર જોઈને આવી જતો હતો. તેના દાદા એક ખાટલા પર સુતા હતા. તે બહુ જ વૃધ્ધ અને બીમાર દેખાય રહૃાા હતા. બીરજુ રાકેશ અને સુમિત માટે બે કટાઈ ગયેલી બે ખુરશીઓ લઈ આવ્યો. તે ક્ષોભ સાથે બોલ્યો, માફ કરજો. તમને બેસાડવા માટે આ જ છે મારી પાસે.સુમિત બોલ્યો, અરે વાંધો નહીં.અમને ફાવશે આના પર બેસવું. બીરજુ એ બંને ને પાણી ની પુછા કરી પણ