મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૪)

(112)
  • 5.2k
  • 4
  • 2.7k

મોન્સૂન મહેલ કહો કે સજ્જનગઢ ઉપર જવા માટે ગેટથી ટિકિટ લઈ, કાર ઉપર તરફ વધી રહી હતી.વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. સામેના કાંચમાં ફક્ત ડ્રાઈવર જ વાઈપરની મદદથી જોઈ શકતો હતો. રસ્તો ખૂબ વણાંકવાળો હતો. આસપાસ નીચે જોતા જ ઊંડી ખાઈ જોઈ શકાતી હતી. ઉપરથી કાર પુરપાટ ઝડપે નીચે આવતા બન્ને કાર વચ્ચે અમુક ઇંચનો જ અંતર રહી જતો હતો. સજ્જનગઢના અડધા રસ્તે પોહચતા જ નીચે વિશાળ ફતેહસાગર દેખાઈ રહ્યો હતો. સીટી પેલેસની ચાલુ વરસાદમાં ધૂંધળી ઝલક દેખાતી હતી. જન્નત જાનકીના મોઢામાંથી આ સુંદર દ્રશ્યો જોતા શબ્દ નીકળી ગયો. જન્નત કોઈએ જોયું નહિ હોય! પણ આ જગ્યા જન્નતથી પણ વિશેષ છે. પાણીથી ભરેલા કાળા ડીબાંગ વાદળો, શહેરની એકદમ ઉપર મંડરાઈ રહ્યા હોય,