વરઘોડો

(26)
  • 8.6k
  • 5
  • 1.4k

વરઘોડો સુરેખાદીદીના રૂમમાં આવતા વેંત નન્દા બોલી :'દીદી ,સનીને માથે લૂણ તો ઉતારવાની , ગોરા ટામેટા જેવા દીકરાને નજર ના લાગે! વરઘોડામાં ખૂલ્લી મોટી ગાડીમાં હારતોરા ને ફેટા બાંધેલા વરને એ બેની માથે લૂણ ફેરવે.. વર કેવો શોભે ને વરની બહેનનો અભરખો પૂરો થાય ,આ હું ભાઈ વગરની બહેન છું મનમાં કેટલું ઓછું આવે !બીજી બહેનોને વરઘોડા ટાણે લૂણ ઉતારતી હરખાતી જોઈ મૂઓ મારો જીવ બળી જાય પણ મારી ટીનું ...' નન્દાના નામની બૂમ સનીના રૂમમાંથી આવી, તે ભાગી. આખા ઘરમાં ધૂધરા રણકતા હતા.વીસ વર્ષની શામળી , શરમાતી,ચપળ ,ખિસકોલી જેમ દોડતી આવેલી નન્દા આજે પચાસની થવા આવી તોય તાણીને બાંધેલી ગુલાબી સાડી અને બઁગડી