પ્રિય મમ્મી ; તમને બહુ યાદ કરું છું શું હું યાદ આવું છું ?? ''ઓ હલ્લો આમ ટિકુર ટિકુર જોયા શું કરો છો? કોઈ'દી છોકરી જોઈ નથી કે શું? " સ્વાતિ બોલકી હતી ને સીધી હતી ગુસ્સો આવતાં બોલ્યા વગર ના રહી શકી. જીતેન્દ્ર પણ કાંઈ બોલી ના શક્યો...થયું કે કહી દંઉ કે આપને કભી આપકી આંખે દેખી હૈં...?? પણ એક પલકારું માર્યા વગર બસ તાકતો ઉભો રહ્યો. મયંક તેને તાણી ને લઈ ગયો.સ્વાતિ તો હજુ કંઇક બોલતી હતી પણ એણે કંઈજ નહોતું સંભળાયું.સ્વાતિએ તો એની મસ્ત અણિયારી આંખો કદાચ ધારી ધારી ને પોતે પણ નહીં જોઈ હોય કદી... અરિસા ને પણ હમણાં હમણાં જોને બહુ વ્હાલ ઉભરાય છે. તેને જીતેન્દ્ર કરતા