વસિયત...

(51)
  • 6.5k
  • 8
  • 1.2k

POINT OF THE TALK... (17)"વસિયત...""ઓળખ વિના પ્રતિભાવ,આપી દીધો તારા વિશે. ન વિચાર્યું મેં,તું શું વિચારીશ, હવે મારા વિશે. સમજદારીનો સરપાવ, મળ્યો છે માત્ર માનવને, આજે કૃત્ય જોઈ એના,શું કહેવું માણસ સારા વિશે..."                               - અલ્કેશ ચાવડા 'અનુરાગ'હજી તો ત્રણ મહિના પહેલાજ પોતાના વહાલસોયા એકના એક પુત્રનો અગ્નિસંસ્કાર કરી આવેલ એક પિતા આજે ફરી હજારો ગામ લોકો સાથે સ્મશાન યાત્રામાં સૌથી આગળ હાથમાં દેતવાની દુણી પકડી આગળ ચાલી રહ્યો હતો. દુણી માં દેતવાની ઝાળ હતી તો એ ભાઈના હૃદયમાં દુઃખ ની લ્હાય લાગેલી હતી. ત્રણ મહિના પહેલા પિતાના રૂપમાં સ્મશાનયાત્રા માં આગળ