મેગના - ૯

(48)
  • 4k
  • 5
  • 2.2k

બીજી બાજુ મેગના પણ આજે તેની જૉબ પ્લેસ પર થોડી લેટ પહોંચી હતી પણ ઓફિસ માં તેની ઈમેજ એક સીન્સિયર એમ્પ્લોય તરીકે ની હતી તેથી તેના મેનેજરે લેટ આવવાનું કારણ પૂછ્યું નહીં.મેગના બપોરે કોલેજ માં ગઈ ત્યારે તેના મોબાઈલ પર રાજવર્ધન નો મેસેજ આવ્યો કે કોલેજ ની કેન્ટીન માં આવ એટલે મેગના સીધી જ કોલેજ ની કેન્ટીન માં ગઈ ત્યારે રાજવર્ધન તેની રાહ જોઇ રહ્યો હતો.મેગના રાજવર્ધન પાસે આવી ને રાજવર્ધન જે ટેબલ પર બેઠો હતો તે ટેબલ પર બેસી ગઈ અને રાજવર્ધન ને કેન્ટીન માં આવવા નું કારણ પૂછયું રાજવર્ધને મેગના ને જણાવ્યું કે તે મેગના સાથે એક અગત્ય ની વાત કરવા માંગતો હતો. મેગના એ પુછયું કે શું વાત છે ?