મંગલ - 3 - (નરબલી – 2)

(81)
  • 5.1k
  • 6
  • 2.2k

મંગલ ઈચ્છી રહ્યો હતો. મંગલ પોતે એ કોટડીનો કેદી હોય એમ વર્તી રહ્યો હતો જેથી કોઈને શંકા ના જાય.ચોકીદારોમાં મુખ્ય માણસે બીજા ચોકીદારોને મંગલને બાંધીને સરદાર આગળ લઈ જવા હુકમ કર્યો. હુકમ મળતાંની સાથે જ ચોકીદારો સાંકળથી બાંધીને મંગલને પોતાની સાથે ઢસડીને આગળ લઈ જવા લાગ્યા. પગથિયા ઉતરીને ચોકીદારો ખુલ્લા મેદાનોમાં પ્રવેશ્યાં.‘‘ શામ્બુકે, શામ્બુકે.’’ ચોકીદારોએ તેની ભાષામાં તેના સરદારને બોલાવ્યા. આદિવાસી લોકો ઉજવણીમાં કેફી પીણામાં અને નાચગાનમાં વ્યસ્ત હતા. ચોકીદારોએ ફરીથી મોટા અવાજે એ જ બૂમ પાડી. લોકોના કાન ચમક્યા. સરદારનું પણ ધ્યાન એ તરફ ગયું. ચોકીદારોએ મંગલને સાંકળથી પકડી રાખ્યો હતો. સરદાર કંઈ સમજી ના શક્યા. લોકોને પણ કંઈ સમજાયું નહિ કારણ કે...