ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 6

(48)
  • 4.8k
  • 17
  • 1.8k

હાલના સમયમાં આપણે બધા ક્વોલીટી એજ્યુકેશનની વાતો કરતા થયા છીએ. આ ઉપરાંત આપણને સૌને સારા શિક્ષણની સાથે સાથે સારું નોલેજ મળે એવી વાતો પણ કરતાં થયા છીએ. હાલના આ ઈન્ટરનેટના યુગમાં ઘણી યુનિવર્સીટીઓ દ્વારા મેસીવ ઓપન ઓનલાઈન કોર્સ (MOOC) ચલાવવામાં આવે છે. આ ઓનલાઈન કોર્સ દ્વારા વિદ્યાર્થી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે અને નવું વધારે જાની શકે છે. આ ઓનલાઇન કોર્સ મોટાભાગે કોઈપણ પ્રકારની ફી વગર ચલાવવામાં આવતા હોય છે અને જો ફી હોય તો તે પણ નજીવી હોય છે. આ પ્રકારના કોર્સ કોઈપણ વિદ્યાર્થીને ધ્યનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા હોય છે અને તેને ગમે ત્યારે ગમે તે જગ્યાએથી શરુ કરી શકાય છે.