રવજી

(37)
  • 2.9k
  • 3
  • 804

|| રવજી ||"વાસી, સુક્કુ, લુખ્ખુ, લોકોના ઘરનું વધેલું હું ખાઉં છું અને ન મળે ત્યારે ભુખો સુઈ જાઉં છું. ફાટેલા, ઉતરેલા, સીવેલા અને મેલથી ગંદા કપડાં હું પહેરું છું. ભણતરથી અજાણ છું, ક્યારેક કોઈક ધનિક સામે જોય છે તો આશાઓનાં પહાડોથી હૈયું ભરાઈ જાય છે અને પળભરમાં જાણે એ આશાઓનો પહાડ તૂટીને ચૂર ચૂર થઇ જાય છે. આશાવાદી જીવન મારુ, આપી જનારનો આભાર માનું છું અને ક્યારેક તિરસ્કારનો ભોગ બની હતાસ થઈ જાઉં છું. સુવા, રહેવા માટે આખી પૃથ્વી ઘર મારુ, આકાશ જાણે ખુલ્લી છત અને ફૂટપાથ જાણે ઘર આંગણ મારુ. દરેક ઋતુ જાણે નવા નવા પડકારો લઈને આવતી હોઈ