કયો લવ ? ભાગ (૪૬) કોલેજની સ્ટડી દરમિયાન પ્રિયાને નીલ સરના સબ્જેક્ટમાં ક્યારેક સમજ પડતું ન હતું ત્યારે તેમના ઘરે સોની સાથે જતી. બંનેની દોસ્તી ઘણી ગાઢ બની ગઈ હતી. એક દિવસ એકાંત દરમિયાન વાતો કરતાં પ્રિયાએ નીલ સરને ફરી પૂછી પાડ્યું, “ સર !! તમારી ગર્લફ્રેન્ડ કે વાઈફ..આઈ મીન તમે સીંગલ છો?” “હમ્મ.” ટુંકો જવાબ આપવા ટેવાયેલા નીલ સરે કહ્યું. “ખરેખર ?” પ્રિયાએ નીલ સરની આંખોમાં જોતાં પૂછ્યું. “આ પ્રશ્ન શેના માટે ? આપ મારી સાથે પરણવાના છો ?” નીલ સર કોઈ વાતને છુપાવતા હોય તેવી રીતે હળવેથી હસતાં કહ્યું. “હા..સર !! જો રુદ્ર મારી લાઈફમાં ન આવ્યાં હોત